Weed-Identification Calaris Xtra Gujarathi – Weed Management
Your address will show here +12 34 56 78




તમારા નિંદામણને ઓળખો !


  • અક્રાચને રાસેમોસા

    અક્રાચને રાસેમોસા

    વિવરણ: અક્રાચને રાસેમોસા એશિયા, આફ્રિકા અને ઑસ્ટ્રેલિયાના છોડના ઘાસ પરિવારનો વર્ગ છે. વર્ગમાંની આ પ્રજાતિ સામાન્યપણે ગૂસ ગ્રાસ તરીકે ઓળખાય છે સ્થાનિક નામ:  સોનેમાવુ (કન્નડ), ચારે વાલી ઘાસ (હિન્દી), નાદિન (પંજાબી)
  • બ્રાકિઆરિઆ ઇરુસિફોર્મિસ

    બ્રાકિઆરિઆ ઇરુસિફોર્મિસ

    વિવરણ: બ્રાકિઆરિઆ ઇરુસિફોર્મિસ એ એક વિષાક્ત નિંદામણ છે જે આફ્રિકા, અમેરિકા, એશિયા, ઑસ્ટ્રેલિયા અને યુરોપના કેટલાક હિસ્સાઓના વિષુવવૃતની રેખા તથા ઉપરેખામાં પાકની કૃષીય ઉત્પાદકતા સાથે ગતિવિધિ કરે છે. આ વર્ષિક ઘાસ છે જે લાલ-જાંબુડી પાનના અંતર અને પાનના સડાને લીધે સહેલાઇથી ઓળખી શકાય છે. સ્થાનિક નામ:  હાંચી હરક હુલ્લુ (કન્નડ), ડોમાકાલુ ગડ્ડી (તેલુગુ), પાલા પુલ (તામિલ), શિમ્પી (મરાઠી), કાલિયુ (ગુજરાતી), નાદિન (પંજાબી), પારા ઘાસ (બંગાલી), ક્રેબ ઘાસ / પારા ઘાસ (હિન્દી)
  • બ્રાકિઆરિઆ રેપટન્સ

    બ્રાકિઆરિઆ રેપટન્સ

    વિવરણ: બ્રાકિઆરિઆ રેપટન્સ એ એક નાનું વાર્ષિક નિંદામણ છે જે એશિયા, આફ્રિકા, ઑસસ્ટ્રેલિયા, સધર્ન યુરોપ, અમેરિકા, ભારત અને વિવિધ બેટોના વિષુવવૃતની રેખાથી લઈને ઉપરેખામાં મૂળસ્થાન ધરાવે છે. આ વાર્ષિક કે બારમાસી ઘાસ છે, ખૂબ જ શાખાઓ ધરાવે છે. ગાંઠ પરથી મથાળા અને મૂળ પર વેલ કરવા જમીન પર પથરાયેલું રહે છે. આ નિંદામણનું મૂળ ઉદ્ગમ સ્થાન આફ્રિકા છે અને પછી એ મધ્ય પૂર્વ, ભારત અને દક્ષિણ પુર્વ એશિયાના ઉપખંડો, ચીન, ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા, ઑસ્ટ્રેલિયા અને પેસિફિક બેટોના વિષુવવૃતની રેખા સુધી પહોંચ્યું. સ્થાનિક નામ: પોરે હુલ્લુ (કન્નડ), નંદુકાલ (તામિલ), નાદિન (પંજાબી), વાઘનખી (મરાઠી), કાલિયુ (ગુજરાતી), ક્રેબ ઘાસ / પારા ઘાસ (હિન્દી), પરા ઘાસ (બંગાલી), એડુરુઆકુલા ગડ્ડી (તેલુગુ)
  • બ્રાકિઆરિઆ રામોસા

    બ્રાકિઆરિઆ રામોસા

    વિવરણ: બ્રાકિઆરિઆ રામોસા વ્યવસ્થિત ટેકાઓ સાથે ઉગે છે. ઊંચૈ પરના ચોખા અને છીછરી કૃષિ-પરિસ્થિતિ વિજ્ઞાન (એગ્રો-ઇકોલોજિકલ) વિષમતામાં કેટલીક બાજરિની સાથે ઉગતું જોવા મળે છે. આ જમીન પર પથરાયેલું હોય છે, એની ગાંઠો ઘાસ વિનાની કે મુલાયમ હોય છે. સ્થાનિક નામ: બેન્ને અક્કી હુલ્લુ (કન્નડ), અંડા કેરા (તેલુગુ), નાદિન (પંજાબી), નંદુકાલ પુલ (તમિલ), વાઘનખી (મરાઠી), કાલિયુ (ગુજરાતી), ક્રેબ ઘાસ / પારા ઘાસ (હિન્દી), ચેચુર (બંગાલી)
  • ડેક્ટિલોક્ટેનિયમ એજીપ્ટિઅમ

    ડેક્ટિલોક્ટેનિયમ એજીપ્ટિઅમ

    વિવરણ: ડેક્ટિલોક્ટેનિયમ એજીપ્ટિઅમ એ પોઆસેએ પરિવારનું સભ્ય છે જેનું મૂળ ઉદ્ગમ સ્થાન છે આફ્રિકા પરંતુ વિશ્વભરમાં એ ફેલાયેલું છે. આના છોડ ભીના સ્થાનોમાં પુષ્કળ માટીમાં મોટાભાગે ઉગે છે. આ પાતળાથી મધ્યમ ભરાવદાર હોય છે, ફેલાતું વાર્ષિક નિંદામણ છે, ગૂંચળા જેવા થડ સાથેનું આ નિંદામણ વળે છે અને નીચલી ગાંઠમાં એનું મૂળ હોય છે. સ્થનિક નામ: કોનાના તાલે હુલ્લુ (કન્નડ), નક્ષત્ર ગુડ્ડી (તેલુગુ), કાકાકાલ પુલ (તમિલ), હરકીન (મરાઠી), મકડા (પંજાબી), મકડા/સવાઇ (હિન્દી), ચોકડિયું (ગુજરાતી), માકોર જઈલ (બંગાળી),
  • ડિજિટારિઆ સનગુઇનાલિસ

    ડિજિટારિઆ સનગુઇનાલિસ

    વિવરણ: : ડિજિટારિઆ સનગુઇનાલિસ એ ડિજિટારિઆ વર્ગની વધુ જાણીતી પ્રજાતિમાંથી એક છે અને એ વિશ્વભરમાં સામાન્ય નિંદામણ તરીકે જાણીતું છે. પશુચારા તરીકે આનો ઉપયોગ થતો આવ્યો છે, જ્યાં કેટલીક વાર આની ખેતી થાય છે. આને પોતાનું નામ પૉલિશ મિલેટ મેળવ્યું છે. સ્થાનિક નામ: હોમ્બાલે હુલ્લુ (કન્નડ), અરિસિ પુલ (તમિલ), ટોકારી (બંગાલી), વાઘનખી (મરાઠી), બુર્શ ઘાસ / ચિન્યારી (હિન્દી), નાદિન (પંજાબી), આરોતારરો (ગુજરાતી), ચિપ્પરા ગડ્ડી (તેલુગુ),
  • ડિનેબ્રા અરાબિકા

    ડિનેબ્રા અરાબિકા

    વિવરણ: ડિનેબ્રા અરાબિકા એ એક ઢીલાશયુક્ત-ઘાસની શાખાઓ સાથેનું વાર્ષિક ઘાસ છે જે એક મીટર ઉંચી હરોળમાં સેનેગલ નાઇજીરિઆના ભીના તથા આર્દ્રતા કે સૂકા સ્થાનો પર થાય છે અને ઇજીપ્ત તથા ઇરાકથી ભારત દ્વારા આફ્રિકા અને પૂર્વ તરફના ઉષ્ણ તથા આર્દ્રતા ધરાવતા પ્રદેશો સુધી ફેલાય છે. તમામ ક્ષેત્રોની સંવર્ધન જમીન પરનું આ ઘાસ સામાન્ય નિંદામણ છે. સ્થાનિક નામ: નારીબાલડા હુલ્લુ (કન્નડ), ગુન્ટા નકી ગડ્ડી (તેલુગુ), ઇંજિ પુય્લ (તમિલ), લોણ્યા (મરાઠી), ખરાયુ (હિન્દી), નાદિન (પંજાબી), ખરાયુ (ગુજરાતી), જલ ગેથે (બંગાલી)
  • ઇચિનોક્લોઆ કોલોના Colona

    ઇચિનોક્લોઆ કોલોના Colona

    વિવરણ: ઈચિનોક્લોઆ કોલોના એ એક વાર્ષિક ઘાસ છે. 60 કરતાં પણ વધુ દેશોમાં ઘણા ઉનાળુ પાક તથા શાકભાજીમાં વિશ્વમાં અતિ ભયાનક ઘાસ નિંદામણ તરીકે આને ઓળખાય છે. વેસ્ટ ઈન્ડિઝમાં,ક્યુબામાં 1814 માં આ પ્રથમવાર પ્રકાશવામાં આવ્યું હતું. એશિયાના ઉષ્ણકટિબંધ પ્રદેશોમાં આ જંગલી પ્રકારના ઘાસનું મૂળ ઉદ્ગમ સ્થાન છે. સ્થાનિક નામ: કાડુ હરાકા (કન્નડ), ઓથાગડિ/ડોન્ગા વારી (તેલુગુ), સામો(ગુજરાતી), કુડુરાઈવાલી (તમિલ), પખડ (મરાઠી), સમખ/સાવન(હિન્દી), સ્વાન્કી (પંજાબી), પહારી શામા/ગેટે શામા (બંગાલી)
  • ઇચિનોક્લોઆ ક્રસ ગલ્લી

    ઇચિનોક્લોઆ ક્રસ ગલ્લી

    વિવરણ: ઇચિનોક્લોઆ ક્રસ ગલ્લીનું મૂળ ઉદ્ગમ સ્થાન એશિયાના ઉષ્ણકટિબંધ પ્રદેશોમાં છે જે પહેલાં પેનિકમ ઘાસ તરીકે વર્ગીકૃત કરાયું હતું. એનું સર્વશ્રેષ્ઠ જીવશાસ્ત્ર અને તેની આસપાસના પરિસ્થિતિ વિજ્ઞાન્ને લાજવાબ રીતે અપનાવવાની ક્ષમતાના લીધે નિંદામણ વિશ્વમાં અતિ વિષાકત નિંદામણમાંથી એક છે. આનો વ્યાપક ફેલાવો વિવિધ દેશોમાં છે, કેટલીય પાક પ્રણાલીઓમાં મોટી સંખ્યામાં ઉપદ્રવ કરે છે. સ્થાનિક નામ: સ્થાનિક નામ: સિમ્પાગાના હુલ્લુ (કન્નડ), પેડ્ડા વિન્ડુ (તેલુગુ), ગાવત (મરાઠી), નેલમેરાટ્ટી (તમિલ), સમક (હિન્દી), સામો (ગુજરાતી), દ્વાન્ક (પંજાબી), સાવા/સ્વાન્ક (હિન્દી), દેશી શામા (બંગાલી)
  • ઇલેયુસાઇન ઇન્ડિકા

    ઇલેયુસાઇન ઇન્ડિકા

    વિવરણ: ઇલેયુસાઇન ઇન્ડિકા ભારતીય ગૂસ ઘાસ, યાર્ડ-ઘાસ, ગૂસ ઘાસ, વાયર ઘાસ કે ક્રોકૂટ ઘાસ એ પોએસીએ પરિવારમાંના ઘાસની પ્રજાતિ છે. આ નાનું વાર્ષિક ઘાસ છે જે લગભગ 50 ડિગ્રી અક્ષાંશ પર વિશ્વના હુંફાળા વિસ્તારોમાં છેક સુધી ફેલાયેલ છે. કેટલાક વિસ્તારોમાં આ અક્રામક પ્રજાતિ છે. સ્થાનિક નામ: હક્કી હુલ્લુ (કન્નડ), થિપ્પા રાગી (તેલુગુ, તમિલ), રનાચાની (મરાઠી), ચોખલીયું (ગુજરાતી), કોડો (હિન્દી), બિન્ના ચાલા/ચપરા ઘાસ (બંગાલી)
  • ઇરાગ્રોસ્ટિસ ટેનેલા

    ઇરાગ્રોસ્ટિસ ટેનેલા

    વિવરણ: ઇરાગ્રોસ્ટિસ ટેનેલા એ એક વિવિધ કદ ધરાવતું નાનું ઘનઘોર ઘાસની શાખાઓ ધરાવતું વાર્ષિક ઘાસ છે જે સામાન્યપણે 50 સેન્ટિમીટરથી વધુ ઊંચાઇ નથી ધરાવતું. આ સમર્પિત ઘાસની શાખાઓ ધરાવતું વાર્ષિક ઘાસ નકામા સ્થળો, રસ્તાઓની બાજુ પર ફૂટી નીકળતું અને સંવર્ધનની જમીન પર સેનેગલથી લઈને પશ્ચિમ કેમરૂન્સ અને આફ્રિકા તથા એશિયાના સમગ્ર ઉષ્ણકટિબંધ પ્રદેશોમાંનું સામાન્ય નિંદામણ છે. સ્થાનિક નામ: ચિન્ના ગરિકા ગડ્ડી (તેલુગુ), ચિમન ચારા (મરાઠી), કબૂતર દાના, ચીડિયા દાના (હિન્દી), ભૂમશી (ગુજરાતી), સાદા ફુલ્કા (બંગાલી), કબૂતર દાના (પંજાબી)
  • લેપ્ટોક્લોઆ ચિનેસિસ

    લેપ્ટોક્લોઆ ચિનેસિસ

    વિવરણ: લેપ્ટોક્લોઆ ચિનેસિસ ચોખામાં થતું એક સામાન્ય નિંદામણ છે. આ ઑસ્ટ્રેલિયામાં નિયમિતપણે જોવા નથી મળતું પરંતુ ન્યૂ સાઉથ વેલ્સ, ક્વીન્સલેન્ડ અને ભારતમાં જોવા મળે છે. વિદેશી ગુણધર્મો ધરાવતા આ નિંદામણની ઉપસ્થિતિ બિન યુરોપીય દેશોથી લઈને સંભવત: દક્ષિણપૂર્વ એશિયા, શ્રીલંકા, ભારત, ચીન, ઑસ્ટ્રેલિયા જેવા કેટલાય ઉષ્ણકટિબંધની આસપાસના પ્રદેશોમાંથી લઈને દક્ષિણ આફ્રિકા સુધી બીજ દ્વારા આકસ્મિક રજૂઆતના લીધે હોય છે. આ સખતપણે ઘાસની શાખા ધરાવતું જળથી સંબંધિત તથા જળથી થોડુંઘણું સંબંધિત વાર્ષિક ઘાસ છે અને આક્રામક હોવા તરીકે જાણીતું છે. સ્થાનિક નામ: પુચિકાપુલ્લાલ ગડ્ડી (તેલુગુ), કૂલ જાદૂ (હિન્દી, પંજાબી), ચોર કાંટા (બંગાલી), સીલાઇપુલ (તમિલ)
  • રોટબોએલિઆ કોચિનચિનેસિસ

    રોટબોએલિઆ કોચિનચિનેસિસ

    વિવરણ: રોટબોએલિઆ કોચિનચિનેસિસ એ એક મૂળ સ્થાન ન ધરાવતું હુંફાળી ઋતુનું વાર્ષિક ઘાસ છે જેની રજૂઆત 1920ના દાયકામાં મિયામી, ફ્લોરિડામાં થઈ હતી. આ સમવાયી હાનિકારક નિંદામણ છે. આ ભરાવદાર છોડ ધરાવતું ઘાસ છે જે હરોળ ધરાવતા પાકમાં અતિ સ્પર્ધાત્મક બની શકે છે. સ્થાનિક નામ: મુલ્લુ સજ્જે (કન્નડ), કોન્ડા પૂનુકુ (તેલુગુ), સુનાઇપુલ (તમિલ), બરુ (હિન્દી), ફોગ ઘાસ (બંગાલી)
  • સેટારિઆ વિરિડિસ

    સેટારિઆ વિરિડિસ

    વિવરણ: સેટારિઆ વિરિડિસનું મૂળ સ્થાન યુરેશિયા છે પરંતુ રજૂઆત કરેલી પ્રજાતિઓ સાથે એ મોટાભાગના ખંડોમાં ઉપસ્થિતિ ધરાવે છે. આ કઠણ ઘાસ છે જે ખાલી સ્થળો, રેલ્વેના રસ્તાઓ, લોન અને ખેતરની ખાલી રહેલી જગ્યાઓ સહિત ઘણા પ્રકારના શહેરના સંવર્ધિત અને છૂટાછવાયા કુદરતી સ્થાનોમાં ઉગે છે. પાક ફોક્સટેઇલ મિલેટનું આ જંગલી નિંદામણ ગમે ત્યાં ગમે તે રીતે ફૂટી નીકળે છે. સ્થાનિક નામ: હાનાજી (કન્નડ), ચિન્ગીરિન્ટા ગડ્ડી (તેલુગુ), થિનાઇ (તમિલ), ચિક્ટા (મરાઠી), ખુટ્ટા ઘાસ (પંજાબી), કુતરા ઘાસ (ગુજરાતી), કાંટે વાલી ઘાસ / ચિપકને વાલા ખુટ્ટા (હિન્દી), કાહોન (બંગાલી)
  • એકીરેન્થેસ અસ્પેરા

    એકીરેન્થેસ અસ્પેરા

    વિવરણ: એકીરેન્થેસ અસ્પેરા એ અમરાન્થાસીએ પરિવારમાંના છોડની પ્રજાતિ છે. આ સમગ્ર ઉષ્ણકટિબંધ પ્રદેશમાં ફેલાય છે. સામાન્ય નિંદામણ તરીકે રજૂ કરેલી પ્રજાતિ તરીકે આને ઘણાં સ્થાનોમાં ઉગતું જોઈ શકાય છે. ઘણા પેસિફિક આયલેન્ડ (દ્વિપ) વાતાવરણ સહિત કેટલાક વિસ્તારોમાં આ આક્રામક પ્રજાતિ છે. સ્થાનિક નામ: ઉતરાની (કન્નડ), નાઇ ઉરુવી (તમિલ), અઘાડા (મરાઠી), લતજીરા (હિન્દી), અધેડો (ગુજરાતી), અપંગ (બંગાલી), ઉત્તરાની (તેલુગુ), ચિરચિતા (પંજાબી)
  • અમ્પેલામસ અલ્બિડસ

    અમ્પેલામસ અલ્બિડસ

    વિવરણ: અમ્પેલામસ અલ્બિડસ એ એક વેલારૂપમાં બારમાસી જડીબુટ્ટિ છે એનું મૂળ સ્થાન પૂર્વીય અને મધ્ય યુ. એસ. રાજ્યો, ઓન્ટારિયો અને ભારત છે. આ મોનાર્ક પતંગિયાની ઇયળનો અને મિલ્કવીડના ઘાસની શાખા મોથની ઇયળનો (કંસારી વગેરે) ખાદ્યપદાર્થ છે. આનો જો સ્પર્શ કરવામાં આવે તો હ્રદયના ધબકારા બંધ થઈ શકે છે. આ જનાવરોમાં ખાસ સમસ્યા કરી શકે છે. સ્થાનિક નામ: સમ્બારા ગડ્ડે (કન્નડ), તેલાકુચ (બંગાલી)
  • અલ્ટરનાન્થેરા સેસિલિસ

    અલ્ટરનાન્થેરા સેસિલિસ

    વિવરણ: અલ્ટરનાન્થેરા સેસિલિસ કેટલાંય સામાન્ય નામથી જાણીતું છે, સેસિલે જોય વીડ અને દ્વાર્ફ કોપરલીફ. આનો ખાસ કરીને શ્રીલંકા અને એશિયાના કેટલાક દેશોમાં શાકભાજી તરીકે ઉપયોગ કરાય છે. આ છોડ જૂના વિશ્વના સમગ્ર ઉષ્ણકટિબંધ અને ઉષ્ણકટિબંધના આસપાસના ક્ષેત્રોમાં થાય છે. સધર્ન યુનાઇટેડ સ્ટેટ્સમાં આની રજૂઆત થઈ હતી અને આનું મૂળ ઉદ્ગમસ્થાન મધ્ય અને દક્ષિણ અમેરિકા છે જે નિશ્ચિત નથી સ્થાનિક નામ: હોન્ના ગોન્ને સોપ્પુ (કન્નડ), પોન્નાગન્ટી અકુ (તેલુગુ), મુલ પોન્નાગની (તમિલ), રશમીકાટા (મરાઠી), ગુદાઇ સાગ (હિન્દી), પાની વાલી બુટ્ટી (પંજાબી), ફુલુયુ (ગુજરાતી), માલોન્ચા સાક (બંગાલી)
  • અલ્ટરનાન્થેરા ફિલોક્સેરોઇડ્સ

    અલ્ટરનાન્થેરા ફિલોક્સેરોઇડ્સ

    વિવરણ: અલ્ટરનાન્થેરા ફિલોક્સેરોઇડ્સ દક્ષિણ અમેરિકાના તાપમાન ધરાવતા ક્ષેત્રોની મૂળ સ્થાન ધરાવતી પ્રજાતિ છે જેમાં સામેલ છે આર્જેન્ટિના, બ્રાઝિલ, પરાગુએ અને ઉરુગુએ. આની ભૌગોલિક શ્રેણી ફક્ત દક્ષિણ અમેરિકાના પરાના રિવરના ક્ષેત્રને એકવાર આવરી લેતી હતી પરંતુ એનો આવરી લેવાના એનો વિસ્તાર થયો ત્યારથી 30 કરતાં વધુ દેશોને આવરી લીધા છે, જેમ કે યુનાઇટેડ સ્ટેટ્સ, ન્યૂ ઝીલેન્ડ, ચીન, ભારત અને ઘણા બધા દેશો. સ્થાનિક નામ: મિરજા મુલ્લુ (કન્નડ), મુલ પોન્નાગની (તમિલ), ગુદાઇ સાગ (હિન્દી), પાની વાલી બુટ્ટી (પંજાબી), ખાખી/ફુલુયુ (ગુજરાતી), મલાન્ચા સાક (બંગાલી)
  • અમરાન્થસ વિરિડિસ

    અમરાન્થસ વિરિડિસ

    વિવરણ: અમરાન્થસ વિરિડિસ મૂળમાંથી ઉપરની તરફ આછા લીલા રંગના અંકુરણ સાથેની વાર્ષિક જડીબુટ્ટિ છે. આ છોડ થોડી શાખાઓ અને નાનાં લીલાં ફૂલો સાથે છેડા પર ઝુમખાં ધરાવે છે. થોડા દેશોમાં આનો શાકભાજી તરીકે ઉપયોગ થાય છે. આ એન્ટિવાયરલ અને એન્ટિકેબ્સર સત્વો અને એન્ટિનોસિસેપ્ટિવ ગતિવિધિ દર્શાવે છે એવું નોંધાયું છે. સ્થાનિક નામ: કારે સોપ્પુ (કન્નડ), ચિલાકાથોતાકુરા (તેલુગુ), જંગલી ચોલાઇ (હિન્દી), કુપ્પાઇ કેરાઇ (તમિલ), મઠ / તાંદુલજા (મરાઠી), જંગલી ચોલાઇ (પંજાબી), તાંદળજો (ગુજરાતી), કાંટા નોટે (બંગાલી)
  • અમરાન્થસ વિરિડિસ

    અમરાન્થસ વિરિડિસ

    વિવરણ: અમરાન્થસ વિરિડિસ મૂળમાંથી ઉપરની તરફ આછા લીલા રંગના અંકુરણ સાથેની વાર્ષિક જડીબુટ્ટિ છે. આ છોડ થોડી શાખાઓ અને નાનાં લીલાં ફૂલો સાથે છેડા પર ઝુમખાં ધરાવે છે. થોડા દેશોમાં આનો શાકભાજી તરીકે ઉપયોગ થાય છે. આ એન્ટિવાયરલ અને એન્ટિકેબ્સર સત્વો અને એન્ટિનોસિસેપ્ટિવ ગતિવિધિ દર્શાવે છે એવું નોંધાયું છે. સ્થાનિક નામ: કારે સોપ્પુ (કન્નડ), ચિલાકાથોતાકુરા (તેલુગુ), જંગલી ચોલાઇ (હિન્દી), કુપ્પાઇ કેરાઇ (તમિલ), મઠ / તાંદુલજા (મરાઠી), જંગલી ચોલાઇ (પંજાબી), તાંદળજો (ગુજરાતી), કાંટા નોટે (બંગાલી)
  • અમરાન્થસ સ્પિનોસસ

    અમરાન્થસ સ્પિનોસસ

    વિવરણ: અમરાન્થસ સ્પિનોસસ સામાન્યપણે સ્પિની અમરાન્થ, સ્પિની પીગવીડ, પ્રિકલી અમરાન્થ કે થોર્ની અમરાન્થ તરીકે જાણીતું છે જેના છોડનું મૂળ સ્થાન અમેરિકાના ઉષ્ણકટિબંધ પ્રદેશો છે પરંતુ મોટાભાગના દેશોમાં રજૂઆત પામેલી પ્રજાતિઓ અને કેટલીક વાર વિષાક્ત નિંદામણના રૂપમાં ઉપસ્થિત છે. સ્થાનિક નામ: રાજાગિરી સોપ્પુ (કન્નડ), એરરામુલ્લુગોરન્તા (તેલુગુ), મુલ કિરાઇ (તમિલ), કાટેમઠ (મરાઠી), જંગલી ચોલાઇ (હિન્દી), જંગલી ચોલાઇ (પંજાબી), તાંદળજો (ગુજરાતી), બોન્નોટે સાક (બંગાલી)
  • અર્જેમોને મેક્સિકાના

    અર્જેમોને મેક્સિકાના

    વિવરણ: અર્જેમોને મેક્સિકાના સખ્ત કઠણ મુખ્ય છોડ છે, આનામાં દુકાળ અને નબળી માટીને સહન કરવાની ક્ષમતા છે, ઘણી વાર ફક્ત નવ રસ્તાઓની સીમા કે કિનાર પર જ ઉગી નીકળે છે. આ તેજસ્વી દૂધ જેવો પદાર્થ ધરાવે છે. પ્રાણીઓને ચરવા માટે આ વિષમય છે પરંતુ ઘણા લોકો દ્વારા આનો દવાની રીતે ઉપયોગ થતો આવ્યો છે, પશ્ચિમી યુએસ, મેક્સિકોના ભાગો અને ભારતના ઘણા ભાગોમાં ગામડા ગામના વિસ્તારો સહિત. સ્થાનિક નામ: દાતુર ગિડા (કન્નડ), બ્રહ્માડાંડી (તેલુગુ), કુરુક્કુ (તમિલ), પિવળા ધોતરા (મરાઠી), સત્યનાસી (પંજાબી), જટા ફોલ (બંગાલી), કટેલી/સત્યનાસી (હિન્દી), દારુદી/સત્યનાસી (ગુજરાતી)
  • બોએર્હાવિઆ ઇરેક્ટા

    બોએર્હાવિઆ ઇરેક્ટા

    વિવરણ: બોએર્હાવિઆ ઇરેક્ટા મૂળ સ્થાન યુનાઇટેડ સ્ટેટ્સ, મેક્સિકો, મધ્ય અમેરિકા અને પશ્ચિમી દક્ષિણ અમેરિકા છે પરંતુ ઉષ્ણકટિબંધની આસપાસના ક્ષેત્રોમાં આ હવે સર્વદેશી છે. આફ્રિકામાં આનું વિતરણ પશ્ચિમ આફ્રિકા, પૂર્વમાં સોમાલીયામાં અને નીચે દક્ષિણ આફ્રિકા સુધી વિસ્તરણ થયું છે. આ ભારત, જાવા, મલેશિયા અને ચીનમાં થાય છે. સ્થાનિક નામ: મુક્કુરત્તઇ (તમિલ), પાંઢરી પુનર્નવા (મરાઠી), શ્વેતા (હિન્દી), પહારી પુનર્નબા (બંગાલી)
  • કાસિઆ ટોરા

    કાસિઆ ટોરા

    વિવરણ: કાસિઆ ટોરા એ એક જડીબુટ્ટિજન્ય વાર્ષિક ઘાસ છે. આ છોડ 30-90 સેન્ટિમીટર ઊંચો ઉગી શકે છે અને જે ગોળ મથાળું ધરાવવાની સાથે સાંકડા ઇંડા આકાર ધરાવતા મોટાભાગે ત્રણ જોડીઓ સાથેના પાનના એકદલની સાથે સ્થાનિક નામ: નયી શેંગા (કન્નડ), પેડ્ડા કાસિન્ડા (તેલુગુ), તગરાઇ (તમિલ), તારોટા (મરાઠી), જંગલી દાલ (હિન્દી), દાલ વાલી ભૂટી (પંજાબી), કુંવડિયો (ગુજરાતી), ચાકુંડા (બંગાલી)
  • કેથરાન્થસ પુસિલસ

    કેથરાન્થસ પુસિલસ

    વિવરણ: કેથરાન્થસ પુસિલસ નાના વાદળી રંગના ફૂલ ધરાવતી, થોડીક ઊભી વાર્ષિક જડીબુટ્ટિ છે, એનું મૂળ સ્થાન ભારત છે. આ કેટલીય સમચતુષ્કોણ શાખાઓ ધરાવે છે જે મૂળમાંથી ફેલાયેલી હોય છે. પાંદડા સામસામા ગોઠવાયેલ, જરાક અંતર સાથે ભાલા કાઅરના હોય છે. પાનનો નીચલો ભાગ સાંકડાથી લઈને નાનો દાંડી જેવો હોય છે. આખો છોડ દૂધના જેવા હોય છે. પાનના ઉપલા ખૂણામાં ફૂલ જેવા નાના સફેદ, વાદળી રંગના ફૂલ એકલા કે જોડીમાં હોય છે. સ્થાનિક નામ: અગ્નિ-શિખા (કન્નડ), સંગખાપુલી / મિલગાઇપોડુ (તમિલ), સંકાફી (મરાઠી), સાદાફુલી (હિન્દી), નયનતારા (બંગાલી)
  • સેલોસિઆ અર્જેન્ટીઆ

    સેલોસિઆ અર્જેન્ટીઆ

    વિવરણ: સેલોસિઆ અર્જેન્ટીઆ એકસરખા પહોળા કે અણીદાર પાંદડા સાથેનું ટટાર મુલાયમ વાર્શિક નિંદામણ છે. ફૂલો સામાન્ય રીતે અણીદાર સફેદ કે ગુલાબી હોય છે. આ છોડોનું મૂળ ઉદ્ગમ સ્થાન ઉષ્ણકટિબંધના પ્રદેશો છે તેથી, એ સૂર્યપ્રકાશમાં શ્રેષ્ઠપને ઉગે છે અને એને પાણીનો સરખી રીતે નિકાલ થતો હોય એવા સ્થાનમાં એને રાખવા જોઈએ. ફૂલનું મથાળું 8 સપ્તાહ સુધી રહે છે અને મૃત ફૂલોને કાઢીને એની વધુ વૃદ્ધિને વેગ આપી શકાય છે. સ્થાનિક નામ: કુક્કા (કન્નડ), કોડિગુટ્ટુઆકુ / ગુનુગુ (તેલુગુ), સફેદ મુર્ગ (હિન્દી), પન્નાઇ કિરાઇ (તમિલ), કુરુડુ / કોંબડા (મરાઠી), લંબાડુ (ગુજરાતી), મોરોગ ઝુટી (બંગાલી)
  • ક્લિઓમે જીનન્ડ્રા

    ક્લિઓમે જીનન્ડ્રા

    વિવરણ: ક્લિઓમે જીનન્ડ્રા એ ક્લિઓમેની એક પ્રજાતિ છે જેનો ઉપયોગ લીલાં શાકભાજી તરીકે થાય છે. આ વાર્ષિક વાઇલ્ડફ્લાવર (જંગલી ફૂલ) છે જેનું મૂળ સ્થાન આફ્રિકા છે પરંતુ વિશ્વના કેટલાય ઉષ્ણક્ટિબંધ અને ઉષ્ણક્ટિબંધના આસપાસના પ્રદેશોમાં સવિસ્તર ફેલાયેલ છે. આ ટટાર, શાખાવાળો છોડ છે. આનાં પાંદડાં પ્રત્યેક 3-5 ઇંડાં આકારના ઝુમખાના હોય છે. આનાં ફૂલ સફેદ હોય છે. સ્થાનિક નામ: તિલોની (કન્નડ), વોમિન્ટા / થેલા વામિટા / વેલાકુરા (તેલુગુ), નઇવેલાઇ (તમિલ), પાંઢરી તિલવન (મરાઠી), હુર હુર (હિન્દી), તિલવાની / તિલમણી (ગુજરાતી), સ્વેત હુન્ધુડે (બંગાલી)
  • ક્લિઓમે વિસ્કોસા

    ક્લિઓમે વિસ્કોસા

    વિવરણ: ક્લિઓમે વિસ્કોસા એ એક વાર્ષિક ઘાસ છે. 60 કરતાં પણ વધુ દેશોમાં ઘણા ઉનાળુ પાક તથા શાકભાજીમાં વિશ્વમાં અતિ ભયાનક ઘાસ નિંદામણ તરીકે આને ઓળખાય છે. વેસ્ટ ઇન્ડિઝમાં, ક્યુબામાં 1814માં આ પ્રથમવાર પ્રકાશમાં આવ્યું હતું. એશિયાના ઉષ્ણકટિબંધ પ્રદેશોમાં આ જંગલી પ્રકારના ઘાસનું મૂળ ઉદ્ગમ સ્થાન છે. સ્થાનિક નામ:  નાયી બાલા (કન્નડ), કુક્કાવોમિન્ટા / કુખાઆવાલુ (તેલુગુ), નાઈકાડુગુ (તમિલ), પીવળા તિલવન (મરાઠી), હુર હુર (હિન્દી), તિલવન / તિલમણી (ગુજરાતી), બોન સોર્સે (બંગાલી)
  • કોમેલિના બેન્ગાલેન્સિસ

    કોમેલિના બેન્ગાલેન્સિસ

    વિવરણ: કોમેલિના બેન્ગાલેન્સિસ એક બારમાસી જડીબુટ્ટિ છે જેનું મૂળસ્થાન એશિયા અને આફ્રિકાના ઉષ્ણકટિબંધ પ્રદેશો છે. નીઓટ્રોપિક્સ (ઉષ્ણકટિબંધીય), હવાઇ, વેસ્ટ ઇન્ડિઝ અને ઉત્તર અમેરિકાના બન્ને દરયાકિનારા સહિત એની મૂળસ્થાનની શ્રેણી બહારના વિસ્તારોમાં વિસ્તૃતપણે રજૂ થઈ છે. આ ફૂલ બેસવાનો લાંબો સમય ધરાવે છે જે ઉષ્ણકટિબંધના આસપાસના વિસ્તારોમાં વસંતઋતુથી લઈને પાનખર સુધી હોય છે અને સમગ્ર વર્ષ દરમિયાન વિષુવવૃતની નજીક હોય છે. આ ઘણી વાર જેવીતેવી માટીની સાથે સંકળાયેલ છે. સ્થાનિક નામ: જિગાલી / હિટ્ટાગાની (કન્નડ), વેન્નાડે વિકુરા / યન્નાદ્રી (તેલુગુ), કનુઆ (પંજાબી), કનંગકોઝાઇ (તમિલ), કેના (મરાઠી), બોકાન્ડા (ગુજરાતી), બોખાના / કાનકૌઆ (હિન્દી), કેલો ઘાશ (બંગાલી)
  • કોમેલિના કોમ્યુનિસ

    કોમેલિના કોમ્યુનિસ

    વિવરણ: કોમેલિના કોમ્યુનિસ એ ડેફ્લાવર પરિવારમાં એક જડીબુટ્ટિયુક્ત વાર્ષિક છોડ છે. ફક્ત એક દિવસ માટે જ આ રહે છે તેથી આને એનું નામ મળ્યું છે. સમગ્ર પૂર્વ એશિયા અને દક્ષિણપૂર્વ એશિયાના દક્ષિણી હિસ્સાઓના મોટાભાગોમાં સમગ્રપણે આનું મૂળસ્થાન છે. ચીનમાં, આ છોડ યાઝીકાઓ તરીકે જાણીતો છે. સ્થાનિક નામ: જિગાલી / હિટ્ટાગાની (કન્નડ), કેના (મરાઠી), કનુઆ (પંજાબી), બોખાના / કાનકૌઆ (હિન્દી), બોકાન્ડી (ગુજરાતી), કાનસિરા (બંગાલી)
  • કોમેલિના ડિફ્યુસા

    કોમેલિના ડિફ્યુસા

    વિવરણ: કોમેલિના ડિફ્યુસાને વસંતઋતુથી લઈને પાનખર સુધી ફૂલ આવે છે અને જેવીતેવી પરિસ્થિતિઓ, આર્દ્રતાયુક્ત સ્થાનો અને જંગલોમાં આ અતિ સમાન્ય છે. ચીનમાં આ છોડનો ફેબ્રિફ્યુજ અને ડાઇયુરેટિક તરીકે તબીબી રીતે ઉપયોગ થાય છે. પેઇન્ટ (રંગ) માટે ફૂલમાંના સત્વમાંથી બ્લ્યુ ડાઇ પણ લેવાય છે. ન્યૂ ગુઇનામાં ઓછામાં ઓછું એક પ્રકાશન આને ખાદ્ય છોડ તરીકે ગણાવે છે. સ્થાનિક નામ: હિટ્ટાગાની (કન્નડ), કેના (મરાઠી), બોકાન્ડા (ગુજરાતી), બોખાના / કાનકૌઆ (હિન્દી), કનુઆ (પંજાબી), ધોલસિરા / માનઇના / કાનઇનાલા (બંગાલી)
  • કોર્ચોરસ ઓલિટોરિયસ

    કોર્ચોરસ ઓલિટોરિયસ

    વિવરણ: કોર્ચોરસ ઓલિટોરિયસનું મૂળ ઉદ્ગમસ્થાન આફ્રિકામાં છે કે એશિયામાં છે એ સ્પષ્ટ નથી. કેટલીક અધિકૃતતાઓ આને કેટલીય સંબંધિત પ્રજાતિઓની સાથે ઇન્ડો-બર્માના વિસ્તારોમાંથી કે ભારતના વિસ્તારોમાંથી હોવાનું ગણાવે છે. એનું મૂળ ઉદ્ગમથાન ક્યાંય પણ હોય પરંતુ બન્ને ખંડોમાં ઘણા લાંબા સમયથી આની ખેતી થતી રહી છે અને આફ્રિકાના ઉષ્ણકટિબંધ પ્રદેશોમાં પ્રત્યેક દેશોમાં જંગલી કે પાક તરીકે આ સંભવત: ઉગે છે. સ્થાનિક નામ: કાડ ચુંચાલી (કન્નડ), પેરુમ યુનાકુ (તમિલ, તેલુગુ), મોઢી ચોંચ (મરાઠી), જંગલી જુટ (હિન્દી), ચોંચ/રાજગરી (ગુજરાતી), ભૂંગી પટ (બંગાલી), જંગલી સુન (પંજાબી)
  • કોર્ચોરસ એઇસ્ટુઆન્સ

    કોર્ચોરસ એઇસ્ટુઆન્સ

    વિવરણ: કોર્ચોરસ એઇસ્ટુઆન્સ સમગ્ર ભારતમાં સમથળ જમીનમાં અને ટેકરીઓમાં સમુદ્રની સ્પાટીથી 2000 મીટર પર વેસ્ટ લૅન્ડ્સમાં સામાન્ય વાર્ષિક નિંદામણ છે. આ નાનું ટટાર, મધ્યમ શાખાઓ સાથેના થડવાળું નિંદામણ જડીબુટ્ટિ છે. ઇંડા આકારના, તીક્ષ્ણ, લીલાં પાન જેવુંતેવું અંતર ધરાવે છે. એક ઝુમખામાં 1-3 પીળાં ફૂલો હોય છે, અતિ નાના થડ હોય છે, અતિ નાના, સામસામે પાન હોય છે. સ્થાનિક નામ: ડુન્ડુ બત્તી (કન્નડ), જાનુમુ (તેલુગુ), કટ્ટુટુટિ (તમિલ), ચિક્તા તિલવન (મરાઠી), જંગલી જુટ (હિન્દી), જંગલી સુન (પંજાબી), ચોંચ/રાજગરી (ગુજરાતી), ભૂંગી પટ / કાલ ચિરા (બંગાલી)
  • કોર્ચોરસ એક્યુટન્ગુલસ

    કોર્ચોરસ એક્યુટન્ગુલસ

    વિવરણ: કોર્ચોરસ એક્યુટન્ગુલસ એ એક વાર્ષિક જડીબુટ્ટિ છે, આનું એકબાજુનું થડ લાંબા મુલાયમ રુમછાથી ઘેરાયેલું હોય છે. પાન ઇંડા આકારથી લઈને એકદમ પહોળા ઇંડા આકારના હોય છે, એમાં જેવુંતેવું અંતર હોય છે, ઓછામાં ઓછા કેટલાક મૂળભૂત (બસલ) રુમછાની જોડી સાથે હોય છે, મૂળમાંથી ગોળાકાર, તીક્ષ્ણ, કે જરાક તીક્ષ્ણ, મુખ્યત્વે નસો અને મધ્યમ વણાંક પર છૂટા છવાયા તારુણ્ય સમયગાળા સાથે. સ્થાનિક નામ: ચુંચાલી સોપ્પુ (કન્નડ), પેરાટ્ટી (તમિલ,તેલુગુ), કડુ ચોંચ (મરાઠી), જંગલી જુટ (હિન્દી), ચોંચ/રાજગરી (ગુજરાતી), નાલટા પટ (બંગાલી), જંગલી સુન (પંજાબી)
  • સીઆનોટિસ એક્સિલરિસ

    સીઆનોટિસ એક્સિલરિસ

    વિવરણ: સીઆનોટિસ એક્સિલરિસ કોમેલિનાસીએ પરિવારમાં બારમાસી છોડોમાંની પ્રજાતિ છે. આનું મૂળ સ્થાન ભારતના ઉપખંડો, દક્ષિણી ચીન, દક્ષિણી પૂર્વ એશિયા અને દક્ષિણી ઑસ્ટ્રેલિયા છે. આ કોમાસામાં જંગલમાં, લાકડા ઉગાડવાની જમીન અને લાકડા સાથેની ઘાસવાળી જમીનમાં ઉગે છે. ભારતમાં આનો દવા તરીકે ઉપયોગ થાય છે અને ભૂંડ આને ખાદ્યપદાર્થ તરીકે ઉપયોગ કરે છે. સ્થાનિક નામ: લગાલી (કન્નડ), નીરપુલ (તમિલ), વિન્ચુકા (મરાઠી), દિવાલિયા (હિન્દી), નારિયેળી ભાજી (ગુજરાતી), જોરડન / ઉરિદાન (બંગાલી)
  • કેનાબિસ સટિવા

    કેનાબિસ સટિવા

    વિવરણ: કેનાબિસ સટિવા એ એક વાર્ષિક ફૂલ ધરાવતો જડીબુટ્ટિનો છોડ છે જે પૂર્વીય એશિયાનું દેશી નિંદામણ છે પરંતુ આની ખેતી વિવિધપણે ફેલયેલી હોવાના લીધે હવે આનું વિસ્તરણ વિશ્વભરમાં છે. ઇન્ડસ્ટ્રિઅલ ફાઇબર (તાંતણા), તેલીબીયા, ખાદ્યપદાર્થ, તરોતાજગી, ધાર્મિક અને આધ્યાત્મિક મિજાજ અને દવાઓના સ્ત્રોત તરીકે આની ખેતી થવાનું સમગ્ર ઇતિહાસમાં નોંધાયું છે. આના ઉપયોગના આધારે છોડના પ્રત્યેક ભાગની અલગ રીતથી ખેતી થાય છે. સ્થાનિક નામ: ગાંજા/ભાંગ (હિન્દી, પંજાબી, બંગાલી), ભાંગ/ગાંજા (કન્નડ), ભાંગ (મરાઠી, ગુજરાતી), અલાતમ/અનંત મૂલી (તમિલ), ગાંજા ચેટ્ટુ (તેલુગુ)
  • કોરોનાપસ ડિડીમસ

    કોરોનાપસ ડિડીમસ

    વિવરણ: કોરોનાપસ ડિડીમસ સામાન્યપણે ઘણા લાંબા થડ, ઊંડા ગોળાકાર પાન અને નાનાં સફેદ ફૂલો સાથેના નીચા ફેલાયેલા વાર્ષિક જડીબુટ્ટિના છોડ છે. આની તીવ્ર સુગંધ હોય છે, જ્યારે કચરવામાં આવે ત્યારે આની સુગંધ બગીચામાંથી આવતી તીખી સુગંધ જેવી હોય છે. મેડિટેરાનિઅન આનું મૂળસ્થાન હોઇ શકે છે પરંતુ અન્ય વિસ્તારોમાં પણ વ્યાપક રીતે ફેલાયેલ નિંદામણને પ્રજાતિ તરીકે રજૂ કરવામાં આવ્યું છે. સ્થાનિક નામ: લગાલી (કન્નડ), નીરપુલ (તમિલ), વિન્ચુકા (મરાઠી), દિવાલિયા (હિન્દી), નારિયેળી ભાજી (ગુજરાતી), જોરડન / ઉરિદાન (બંગાળી)
  • ચેનોપોડિયમ અલ્બમ

    ચેનોપોડિયમ અલ્બમ

    વિવરણ: ચેનોપોડિયમ અલ્બમ ઝડપથી ઉગતું વાર્ષિક નિંદામણ છે જેની વ્યાપકપણે ખેતી થાય છે અને ઉત્તરી ભારતમાં બથુઆ તરીકે ઓળખાતા ખાદ્યપદાર્થના પાક તરીકે ઉપભોગ કરાય છે. વ્યાપકપણે આની ખેતીના લીધે આના મૂળ સ્થાનની શ્રેણી ગોતાઇ નથી પરંતુ મોટાભાગના યુરોપના દેશો સામેલ છે જ્યાં 1753માં વનસ્પતિ વર્ગીકરણમાં એને પ્રજાતિ તરીકે વર્ણવી હતી. બીજે બધે આ કુદરતી છે દ્દ.ત. આફ્રિકા, ઑસ્ટ્રેલિયા, દક્ષિણ અમેરિકા, ઓસિયનિઆ અને હવે ખાસ કરીને નકામી જમીન પર નાઇટ્રોજનથી સમૃદ્ધ જમીનોમાં લગભગ દરેક જગ્યાએ (સ્પષ્ટ રૂપથી એન્ટાર્કટિકામાં પણ) થાય છે. સ્થાનિક નામ: બથુઆ / બથૂ (હિન્દી), બથુઆ (ગુજરાતી), ચક્રવર્તી સોપ્પુ (કન્નડ), ચકવત (મરાઠી), ચક્રવર્તી કિરાઇ (તમિલ), વાસ્તુકમ / પપાકુરા (તેલુગુ), બેથો શાક / લાલ ભુટકા (બંગાલી) બાથુ (પંજાબી)
  • ડાટુરા મેટેલ

    ડાટુરા મેટેલ

    વિવરણ: ડાટુરા મેટેલ ઠીંગણા ઝાડ જેવું વાર્ષિક કે બારમાસી નિંદામણ છે જે જડીબુટ્ટિ છે અને ભારત જેવા વિશ્વના તમામ ગરમ પ્રદેશોમાં ભયંકર રીતે ઉગી નીકળે છે અને આનાં રાસાયણિક તથા શોભાપ્રદ સત્વોના લીધે વિશ્વભરમાં આનું વાવેતર થાય છે. સ્થાનિક નામ: દાતુરા ગિડા (કન્નડ), ધોતરા (મરાઠી), ધતુરા (હિન્દી), ઉમ્મતન (તમિલ), એરિ-ઉમ્મિટા / તેલા ઉમ્મેથા (તેલુગુ), ધતુરા (ગુજરાતી), ધુતોરા (બંગાલી), ધતુરા (પંજાબી)
  • ડિગેરા અર્વેન્સિસ

    ડિગેરા અર્વેન્સિસ

    વિવરણ: ડિગેરા અર્વેન્સિસ એ એક સાદો છોડ છે અથવા એની શાખાઓ મૂળની નજીકથી ઉપરની તરફ જતી હોય છે અને શાખાઓ રુમછા વિનાની નીચી કે અતિ મધ્યમ લાંબા મુલાયમ રુમછાથી આવરેલી હોય છે. એની અણી આછા રંગની હોય છે. પાનની કિનાર સાંકડી સીધીથી પહોળી ઇંડા આકારની કે ભાગ્યે જ થોડી ગોળ હોય છે. ફૂલો રુમછા વિનાના, ગુલાબીથી કેરામાઇન કે લાલ રંગ સાથે આછા સફેદરંગના હોય છે, સામાન્યપણે એનું લીલાશ પદતા સફેદ રંગના ફળમાં રૂપાંતર થાય છે. સ્થાનિક નામ: ગોરાચી પાલ્યા (કન્નડ), ચેન્ચાલકુરા (તેલુગુ), થાયોકેરાઇ (તમિલ), કુંજારુ (મરાઠી), લહાસુઆ / કુંજારુ (હિન્દી), કાંજારો (ગુજરાતી), લાટા મહાવરિઆ / લાટા માહુરી (બંગાલી), લહાસુવા (પંજાબી)
  • યુફોર્બિયા જેનિકુલાટા

    યુફોર્બિયા જેનિકુલાટા

    વિવરણ: યુફોર્બિયા જેનિકુલાટા મૂળસ્થાન અમેરિકાના ઉષ્ણકટિબંધ અને તેની આસપાસના પ્રદેશો છે પરંતુ સમગ્ર સમશીતોષ્ણકટિબંધમાં હવે એનો વ્યાપક ફેલાવો થયો છે. આના પર નિયંત્રણ કરવામાં ઘણાં જંતુનાશકો નિષ્ફળ ગયા છે અને તેથી વિશ્વના ઘણા ભાગોમાં આ ઝડપથી પ્રસરી રહ્યું છે. શોભાપ્રદ છોડ તરીકે દક્ષિણ અને દક્ષિણપૂર્વ એશિયામાં આની રજૂઆત કરવામાં આવી છે જે હવે ભારત અને થાઇલૅન્ડમાં નિંદામણ બની ગયો છે જ્યાં એણે કપાસના ખેતરો પર અને અન્ય કૃષીય જમીનો પર હુમલો કર્યો છે. સ્થાનિક નામ: હાલ ગૉરી સોપ્પુ (કન્નડ), નાનાબાલા (તેલુગુ), બારો કોરની (બંગાલી), કતુરાક કલ્લી (તમિલ), મોઠી દૂધી (મરાઠી), દૂધેલી (પંજાબી), બડી દૂધી (હિન્દી), મોટી દૂધેલી (ગુજરાતી)
  • યુફોર્બિઆ હાયપરિસિફોલિઆ

    યુફોર્બિઆ હાયપરિસિફોલિઆ

    વિવરણ: યુફોર્બિઆ હાયપરિસિફોલિઆનું મૂળસ્થાન અમેરિકાના ઉષ્ણકટિબંધ અને તેની આસપાસના પ્રદેશો છે અને આફ્રિકા તથા ભારતના સમશીતોષ્ણકટિબંધમાં એનો ફેલાવો થયો છે. આફ્રિકાના ઉષ્ણકટિબંધમાં આનું વિતરણ સ્પષ્ટ નથી કારણ કે યુફોર્બિઆ અને ઇન્ડિકા લામ વચ્ચે ગુંચવાયેલું છે. પશ્ચિમ આફ્રિકા, બુરુન્ડીમાં અને મોરેશિયસ પર આ ચોક્કસપણે થાય છે. સ્થાનિક નામ: હાલ ગૉડી સોપ્પુ (કન્નડ), દૂધી (મરાઠી), દૂધેલી (ગુજરાતી), ચિન્નમન પચરાસી (તમિલ), છોટી દૂધેલી (હિન્દી), દૂધેલી (પંજાબી), મનસાસી (બંગાલી)
  • ગ્નાફાલિયમ પરપરેઅમ

    ગ્નાફાલિયમ પરપરેઅમ

    વિવરણ: ગ્નાફાલિયમ પરપરેઅમ ઉષ્ણ પ્રદેશોમાં બહુ ફેલાવો ધરાવતું અને સમાન્ય નિંદામણ છે જો કે કેટલાંક વિશ્વના સમશીતોષ્ણકટિબંધ પર્વતો અથવા તેની આસપાસના પ્રદેશોમાં જોવા મળે છે. કડવીડ અમેરિકાએ દોરેલ માદા ઇયળ માટે મહત્વપૂર્ણ ખાદ્યપદાર્થ છોડ છે. આ વર્ગની વનસ્પતિનું સત્વ તેમજ એના ઘટકો એમાંથી અલગ કરવામાં આવે છે, બહુવિધ ફાર્માકોલૉજીકલ ગતિવિધિ ધરાવવા આનું નિદર્શન કરાય છે. સ્થાનિક નામ:  ઉપલબ્ધ નથી
  • ઇપોમોઇઆ એક્વાટિકા

    ઇપોમોઇઆ એક્વાટિકા

    વિવરણ: ઇપોમોઇઆ એક્વાટિકા જળ પર થોડો ઘણો આધાર રાખનરો છોડ છે જેને એના કૂમળા થડ માટે શાકભાજી તરીકે ઉગાડવામાં આવે છે અને આના મૂળ ઉદ્ગમ સ્થાનની જાણ નથી. આ અતિ સામાન્યપણે પૂર્વ, દક્ષિણ અને દક્ષિણપૂર્વ એશિયામાં ઉગે છે. જળમાર્ગોમાં આ કુદરતી ઉગી નીકળે છે અને આને જરૂર પડે તો થોડીઘણી સંભાળની જ જરૂર પડે છે. ઇન્ડોનેશિયા, બર્મા, થાઇ, લાઓ, કોમ્બાડિયા, મલય, વિયેટનામ, ફિલિપાઇન અને ચીનના લોકો, ખાસ કરીને ગ્રામીણ કે કમ્પુંગ (ગામ) વિસ્તારમાં આનો વાનગી તરીકે વ્યાપકપણે ઉપયોગ કરે છે. સ્થાનિક નામ: થંટીકડા (કન્નડ), થૂટી કૂરા (તેલુગુ), બેલ (પંજાબી), ક્લામી (હિન્દી), નાલિચી ભાજી / ખાંડ કોલી (મરાઠી), નારો / કલાદાણા (ગુજરાતી), કોલમિ સાક (બંગાલી)


  • ઇપોમોઇઆ નિલ

    ઇપોમોઇઆ નિલ

    વિવરણ: ઇપોમોઇઆ નિલને પ્રથમ વાર ચીનથી જાપાનમાં તબીબી જડીબુટ્ટિ તરીકે 1000 કરતાં પણ વધુ વર્ષો પહેલાં રજૂ કરવામાં આવી હતી. આની રજૂઆત પછીથી, શોભાપ્રદતાના હેતુ માટે કેટલીય સંખ્યામાં બગીચા પ્રકારોને ઉગાડવામાં આવ્યા અને એની જાળવણી કરવામાં આવી છે. ઘણાં સ્થાનોમં શોભાના છોડ તરીકે આનું વાવેતર કરાય છે અને બગીચાની વ્યક્તિઓ હવે બેધડકપણે ઉગાડે છે. આ વેલો ચડતી વાર્ષિક જડીબુટ્ટિ છે જેને ત્રણ અણીવાળા પાન હોય છે. ફૂલો કેટલાય સેન્ટીમીટર પહોળા હોય છે અને વાદળી, ગુલાબી કે ગુલાબ જેવા રંગ, ઘણી વાર સફેદ પટ્ટીઓ સાથે વિવિધ રંગછટામાં દેખાય છે. સ્થાનિક નામ: સાંગુપૂ (તમિલ), નીલકલામી (મરાઠી), નિલકલામી (હિન્દી), કાલા દાના બેલ (પંજાબી), કોલ્લીવિટ્ટુલુ (તેલુગુ), નારો / કાળાદાણા (ગુજરાતી), નીલકોલમો સાક (બંગાલી)
  • ઇપોમોઇઆ પેસ ટિગ્રિડિસ

    ઇપોમોઇઆ પેસ ટિગ્રિડિસ

    વિવરણ: ઇપોમોઇઆ પેસ ટિગ્રિડિસ એક રુમછા ધરાવતો, વેલો અને વાર્ષિક છોડ છે. આ ફેલાય છે અથવા તો જોડાયેલી જડીબુટ્ટિ છે. આ જડીબુટ્ટિ વાર્ષિક છે, લગભગ સમગ્ર ભારતમાં, જે 4000 ફીટ સુધી વધે છે, દરિયાઇ કાંઠાથી ઉગીને 750-900 મીટર જાય છે, ઘણી વાર ઉગવા યોગ્ય સ્થાનમાં જાય છે. આનાં હ્રદય આકારનાં પાન, પાનની કિનાર પર 9-9 બૂટ સાથે લાંબા હોય છે. ટ્રમ્પેટ આકારનાં ફૂલને પાંચ પૉઇન્ટ હોય છે. એ લાલ, ગુલાબી કે સફેદ રંગના હોઇ શકે છે અને સાંજના 4 વાગ્યા પછી ખૂલે છે અને આનો ફૂલ બેસવાનો સમય સપ્ટેમ્બર અને નવેમ્બરની વચમાં હોય છે.સાથે. સ્થાનિક નામ: ચિકુનુવ્વુ / મેકામાડુગુ (તેલુગુ), વાઘપાડી (મરાઠી), બેલ (હિન્દી, પંજાબી), નારો / કાળાદાણા (ગુજરાતી), અંગુલી લોટા(બંગાલી)
  • ઇપોમોઇઆ ટ્રિલોબા

    ઇપોમોઇઆ ટ્રિલોબા

    વિવરણ: ઇપોમોઇઆ ટ્રિલોબા મૂળસ્થાન અમેરિકાના ઉષ્ણકટિબંધ પ્રદેશો છે પરંતુ, આ વિશ્વના હુંફાળા વિસ્તારોમાં આનો વ્યાપક ફેલાવો છે, જ્યાં એ રજૂ કરેલી પ્રજાતિ છે અને ઘણી વાર વિષાક્ત નિંદામણ છે. આ ઝડપથી ઉગતી, વેલો ધરાવતી, વાર્ષિક જડીબુટ્ટિ છે જે પાંચ ખૂણિયાવાળી પાનવાળી એક લતા જેવાં લાંબાં થડનું નિર્માણ કરે છે, હ્રદય આકારના પાન, જેને ડોડલી હોય છે. પાનને કેટલીક વાર ત્રણ બૂટ હોય છે પરતુ હંમેશા નથી હોતી. સ્થાનિક નામ: ઇવાલી ભોવરી (મરાઠી), બેલ (હિન્દી, પંજાબી), નારો / કાળાદાણા (ગુજરાતી), ઘોંટીકોલમી (બંગાલી)
  • લ્યુકાસઅસ્પેરા

    લ્યુકાસઅસ્પેરા

    વિવરણ: લ્યુકાસઅસ્પેરા એ એક છોડ છે જે લ્યુકાસ વર્ગની અને લામિઆસીએ પરિવારની એક પ્રજાતિ છે. પ્રજાતિ હોવા છતાં એ ક્યા સ્થાનમાં છે એના આધારે એના ઘણા વિવિધ નામ છે. આ અતિ સામન્યપણે થમ્બે કે થમ્બઇ નામથી જાણીતું છે. સમગ્ર ભારતમાં જોવા મળે છે. તબીબી અને કૃષિ ક્ષેત્રમાં આના વિવિધ ઉપયોગ માટે જાણીતું છે. સ્થાનિક નામ : ટમ્બી સોપ્પુ (કન્નડ), થુમ્મી (તેલુગુ), થુમ્બી (તમિલ), તાંબા (મરાઠી), કુબી (ગુજરાતી), કોડો (હિન્દી), સ્વાતા ડ્રોન / ધુલફી / ડાન ક્લાસ (બંગાલી)
  • લ્યુકાસ માર્ટિનિસેન્સિસ

    લ્યુકાસ માર્ટિનિસેન્સિસ

    વિવરણ: લ્યુકાસ માર્ટિનિસેન્સિસ એ એક ટટ્ટાર વાર્ષિક જડીબુટ્ટિ છે. સામાન્ય રીતે આના થડને શાખાઓ નથી હોતી, ઝીણાં રુમછાં હોય છે. પાન સમસામે ગોઠવાયેલા હોય છે, ઇંડાથી લઈને ઇંડા – ભાલા જેવો આકાર, અંતર દાંત જેવું જેવુંતેવું હોય છે. અવરોધ વિનાના ગોળાકાર જેવા ઝુમખામાં નાનાં સફેદ ફૂલ થાય છે, થડની સાથે. પાંદડી જેવા આકારના લાંબા ઉત્કંટો ફૂલના ઝુમખાને રુમછા જેવો દેખાવ આપે છે. સ્થાનિક નામ : તુમ્બી સોપ્પુ (કન્નડા), પેરુમથુમ્બી (તમિલ), કુબી (ગુજરાતી),સ્વેત ડ્રોને (બંગાલી)
  • મિટ્રાકાર્પસ વિલોસસ

    મિટ્રાકાર્પસ વિલોસસ

    વિવરણ: મિટ્રાકાર્પસ વિલોસસ એ એક ટટ્ટાર કે ફેલાયેલી વાર્ષિક જડીબુટ્ટિ છે, લાંબા શાખા વિનાના કે નાનાથી લઇને ઘણાં બધાં થડ હોય છે. નાના ગૂંચળા સાથે નાની શાખાઓના તારુણ્યનો પ્રારંભ અને દબાયેલા રુમછા હોય છે અને ઘણી વાર ફેલાયેલાની સાથે પણ હોય છે, બાહ્ય ત્વચા જૂની થાય છે અને અંતે નીકળી જાય છે; થડનો નીચલો ભાગ કેટલીક વાર લગભગ લાકડા જેવો હોય છે. સ્થાનિક નામ: ઉપલબ્ધ નથી
  • એક્સાલિસ કોર્નિક્લાટા

    એક્સાલિસ કોર્નિક્લાટા

    વિવરણ: એક્સાલિસ કોર્નિક્લાટા ક્રિપિંગ વૂડસોરેલનો દેખાવ થોડેઘણે અંશે નમણો છે, નીચો ઉગતો જડીબુટ્ટિનો છોડ છે. આ પ્રજાતિ સંભવત: દક્ષિણ-પૂર્વીય એશિયામાંથી આવી છે. ઇટાલીમાં નમૂનાઓનો ઉપયોગ કરીને 1753માં વનસ્પતિશાસ્ત્ર દ્વારા આને પ્રથમ વર્ણવવામાં આવી છે અને 1500 પહેલાં પૂર્વમાંથી ઇટાલીમાં આની રજૂઆત થઈ હતી એ દેખાય છે. આનું વિતરણ હવે સ્વદેશી છે અને બગીચામાં, કૃષીય ખેતરોમાં અને લૉનમાં નિંદામણ તરીકે આનો ઉલ્લેખ છે. સ્થાનિક નામ : અમરુલ / ખટ્ટી મીઠી ઘાસ / ચુકા (હિન્દી), ખટ્ટી બુટી (પંજાબી), ઉપિના સોપ્પુ (કન્નડ), પાલિઆકિરી (તમિલ), અમરુલશાક (બંગાલી), અમરુલ (ગુજરાતી), નુનિઆ ઘાસ (બંગાલી), અંબુટી (મરાઠી), પુલિચિંટા / અંબોટીકુરા (તેલુગુ)
  • પાર્થેનિઅમ હીસ્ટોરોફોરસ

    પાર્થેનિઅમ હીસ્ટોરોફોરસ

    વિવરણ: પાર્થેનિઅમ હીસ્ટોરોફોરસ છૂટીછવાઇ જમીન પર હૂમલો કરે છે, રસ્તાઓ સહિત. આનો ઉપદ્રવ ગોચર અને ખેતીની જમીન પર થાય છે, જેના કારણે ઘણીવાર ઊપજની ભરપૂર હાનિ થાય છે. સામાન્ય નામોમાં માદા નિંદામણ તરીકે પ્રતિબિંબિત છે. હુમલો કરનાર તરીકે, આયાત કરેલા ઘઉંમાં દૂષિત તરીકે આ પ્રથમ દેખાય છે. છોડ અલેલોપેથિક રસાયણોનું નિર્માણ કરે છે જે પાકને અને ગોચરના છોડોને દબાવે છે તથા એલર્જી કરનારાં તત્વો માનવોને અને પશુઓને અસર કરે છે. સ્થાનિક નામ : કાનગ્રેસ (કન્નડ),વેયારિભામા (તેલુગુ),વિશાપોન્ડુ (તમિલ),ગાજર ઘાસ (હિન્દી), કાનગ્રેસ ઘાસ (પંજાબી), કાનગ્રેસ ઘાસ(ગુજરાતી)
  • ફીલાન્થસ નિરુરી

    ફીલાન્થસ નિરુરી

    વિવરણ: ફીલાન્થસ નિરુરી એ એક બહુવ્યાપી ઉષ્ણકટિબંધ પ્રદેશોમાં થતો છોડ છે જે સામાન્યપણે દરિયા કિનારાનાં પ્રદેશોમાં જોવા મળે છે, સામાન્ય નામો ગેલ ઑફ ધ વિંડ, સ્ટોનબ્રેકર, સીડ-અન્ડર-લીફ દ્વારા જાણીતો છે. આ દૂધથી સંબંધિત છે અને ફીલાન્થસીએ પરિવારના ફીલાન્થસના વર્ગથી સંબંધ ધરાવે છે. સ્થાનિક નામ : નેલ્લી ગિડા (કન્નડ), નેલાઉસિરી (તેલુગુ),કીલાનેલી (તમિલ),ભૂઇવાલી (મરાઠી),હાજરદાના (હિન્દી, પંજાબી), ભોંય આમલી (ગુજરાતી), વુઇ આમલા (બંગાલી)
  • ફીસાલિસ મિનિમા

    ફીસાલિસ મિનિમા

    વિવરણ: ફીસાલિસ મિનિમા એ એક ઉષ્ણકટિબંધમાં ફેલાયેલી વાર્ષિક જડીબુટ્ટિ છે. આનાં પાન નરમ અને મુલાયમ હોય છે (રુમછાદાર નહીં) સર્વત્ર કે થોડા અંતર સાથે. ક્રીમ કે પીળાશ પડતા ફૂલપછી ખાવા યોગ્ય પીળાશ પડતા ફળ આવે છે જે કાગળ જેવા આવરણમાં ઢંકાયેલા હોય છે, જે સ્ટ્રો બ્રાઉન રંગના થાય છે અને ફળ જ્યારે સંપૂર્ણપણે પાકી જાય ત્યારે જમીન પર ખરી પડે છે. આ છોડ નિંદામણના ગુણધર્મનું વલણ ધરાવે છે, ઘણીવાર છૂટાછવાયાં સ્થાનોમાં ઉગતું જોવા મળે છે. સ્થાનિક નામ : સના ગુપ્પાટે ગિડા (કન્નડ), બુડ્ડા ભુસાડા (તેલુગુ),કુપંતી (તમિલ), રાન પોપટી (મરાઠી), ચિરપોટા (હિન્દી), પોપટી (ગુજરાતી), ભામબોડેન (પંજાબી), થાસકા / ધુલી મઉરા (બંગાલી)
  • ફીલાન્થસ મેડરાસ્પાટેનિસ

    ફીલાન્થસ મેડરાસ્પાટેનિસ

    વિવરણ: ફીલાન્થસ મેડરાસ્પાટેનિસ ટટ્ટારથી લઇને ફેલાયેલું હોય છે, શાખા ન હોવાથી લઈને ઘણીબધી શાખાઓ ધરાવે છે, થડ સાથેનો વાર્ષિકથી લઈને બારમાસી છોડ જે વધુ કે થોડો લાકડા જેવા બની શકે છે અને એક વરસ કરતાં પણ વધુ સમય સુધી સતત રહે છે. દવા તરીકે સ્થાનિક ઉપયોગ માટે જંગલમાં આ છોડનું વાવેતર થાય છે. સ્થાનિક બજારોના સ્થાનોમાં આનો વ્યપાર થાય છે અને ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોના વ્યવસાયિક ઉત્પાદન માટે આનું વેચાણ પણ થાય છે. સ્થાનિક નામ : આડુ નેલી હુલુ (કન્નડ), નેલાસુરી (તેલુગુ),મેલાનેલી (તમિલ), ભૂઇઆવલી (મરાઠી),ભોંય આમલી (ગુજરાતી),હઝર મોની (બંગાલી),બડા હાજરદાન / હીરામની (હિન્દી), દાને વાલી બુટ્ટી (પંજાબી)
  • પોર્ટુલાકા ઓલેરાસીઆ

    પોર્ટુલાકા ઓલેરાસીઆ

    વિવરણ: પોર્ટુલાકા ઓલેરાસીઆ ચમકદાર નાનાં પાન ધરાવતો, મુલાયમ, લાલાશયુક્ત, મોટેભાગે નમેલા થડ સાથેનો છોડ છે અને થડના સાંધાઓ કે અંતમાં એક પછી એક અથવા સામસામે ઝુમખા હોય છે. સૂર્યપ્રકાશ સાથેની સવારમાં થોડા કલાકો માટે પાનના ઝુમખાના મધ્ય ભાગોમાં ફૂલો એકલા ઉગે છે. આ પ્રથમ વાર માસાચુસેટ્સમાં 1672માં યુનાઇટેડ સ્ટેટ્સમાં ઓળખાયો હતો. સ્થાનિક નામ : સાના ગોલી સુપ્પુ (કન્નડ), પપ્પુ કુરા / પિચ્ચી મિરાપા (તેલુગુ),પારુપુ કિરાઇ (તમિલ), ગોલ (મરાઠી),છોટી સાંત (હિન્દી),સાંતી (પંજાબી),લુણી (ગુજરાતી), નુનીઆ સાક (બંગાલી)
  • સોલાનમ નિગરમ

    સોલાનમ નિગરમ

    વિવરણ: સોલાનમ નિગરમ બસ બ્લૅક નાઇટશેડ કે બ્લેકબેરી નાઇટશેડ છે જે સોલાનમ વર્ગની પ્રજાતિ છે, જેનું મૂળસ્થાન યુરેશિયા છે અને અમેરિકા, ઑસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકામાં એની રજૂઆત થઈ હતી. પાકેલી બેરી અને ખાવા યોગ્ય રાંધેલાં પાનનો ખાસ પ્રસંગે કેટલાંક સ્થાનોમાં ખાદ્યપદાર્થ તરીકે અને છોડના હિસ્સાઓનો પરંપરાગત દવા તરીકે ઉપયોગ થાય છે. આ લાકડા ધરાવતા વિસ્તારોમાં તેમજ છૂટાછવાયા ઊગી નીકળવાનું વલણ ધરાવે છે. સ્થાનિક નામ : માકોએ / પિલાક / પાપોટન (હિન્દી),માકોએ (પંજાબી), પિચ્ચી મિરાપા / કાંચી પોંડા / કસાકા (તેલુગુ),કંગની / લઘુકાવળી (મરાઠી), મનતાકલ્લી (તમિલ), કારીકાચીગીડા (કન્નડ), માકોહ / પિલુડી (ગુજરાતી), બોન બેગુન / કાકમાચી (બંગાલી)
  • ટ્રિઆન્થેમા મોનોગ્યાના

    ટ્રિઆન્થેમા મોનોગ્યાના

    વિવરણ: વર્ગના સભ્યો વાર્ષિક કે બારમાસી સામાન્યપણે ચમકવાના ગુણધર્મો, સામસામે, અસમાન, મુલાયમ-અંતરે પાન ધરાવે છે, પાંચ બહારના વિભાગો સાથે ફૂલમાંથી નમેલી વૃદ્ધિ, વળેલા પાનની જોડી દ્વારા મળેલા અને ઢંકાયેલા આવરણ સાથેનાં ફળ. આ સામન્યપણે હોર્સ-પર્સલાને તરીકે ઓળખાય છે. સ્થાનિક નામ : ડોડ્ડાગોલ પાલ્યા (કન્નડ), શાવાલાઇ / સારાની (તમિલ), ખાપરા / વિષખાપરા (મરાઠી), સાટોડો (ગુજરાતી), ગદાબાની (બંગાલી), બિશખાપડા / પત્તેરચાટા (હિન્દી, પંજાબી)
  • ટ્રિઆન્થેમા પોર્ટુલાકાસ્ટ્રમ

    ટ્રિઆન્થેમા પોર્ટુલાકાસ્ટ્રમ

    વિવરણ: ટ્રિઆન્થેમા પોર્ટુલાકાસ્ટ્રમ આઇસ પ્લાન્ટ પરિવારમાં ફૂલોના છોડની પ્રજાતિ છે જે સામાન્ય નામ ડેઝર્ટ હોર્સપર્સલાને, બ્લૅક પીગવીડ અને જાયન્ટ પીગવીડ તરીકે જાણીતી છે. આફ્રિકા અને ઉત્તર તથા દક્ષિણ અમેરિકા સહિત કેટલાય દેશોના વિસ્તાર એનું મૂળ સ્થાન છે અને અન્ય ઘણા વિસ્તારોમાં રજૂ કરેલી પ્રજાતિઓ સાથે એને રજૂ કરવામાં આવી છે. સ્થાનિક નામ : ડોડ્ડાગોલી સોપ્પુ (કન્નડ), સરાનાઇ (તમિલ), સાટોડો (ગુજરાતી), નીરુબૈલાકુ / અંબાટીમાડુ (તેલુગુ), પાંઢરી ઘેટુલી (મરાઠી), પુનર્નબા સાક / શ્વેત પુનર્નવા (બંગાલી), બિશખાપડા / પત્તેરચાટા (હિન્દી, પંજાબી)
  • ટ્રિડાક્સ પ્રોકમ્બેન્સ

    ટ્રિડાક્સ પ્રોકમ્બેન્સ

    વિવરણ: ટ્રિડાક્સ પ્રોકમ્બેન્સ ડેઇઝી પરિવારના ફૂલના છોડની પ્રજાતિ છે. આ બહુવ્યાપી નિંદામણ અને જંતુ છોડ તરીકે શ્રેષ્ઠપણે ઓળખાય છે. આનું મૂળસ્થાન અમેરિકાના ઉષ્ણકટિબંધ પ્રદેશો અને એની આસપાસના પ્રદેશો અને મૃદુ તાપમાન ધરાવતા ક્ષેત્રોમાં રજૂ થયું છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં આ ઝેરી નિંદામણની યાદીમાં છે અને નવ રાજ્યોમાં પેસ્ટ સ્ટેટસ (જંતુસ્થિતિ) ધરાવે છે. સ્થાનિક નામ : બિશલ્યા કરની / ત્રિધારા (બંગાલી), કાનફૂલી / બારમાસી (હિન્દી),વેટ્ટુકાયા પોંડુ (તમિલ), એકકાંડી (મરાઠી, ગુજરાતી), વટવાટી (કન્નડ)
  • ઝાન્થિયમ સ્ટ્રુમારિયમ

    ઝાન્થિયમ સ્ટ્રુમારિયમ

    વિવરણ: ઝાન્થિયમ સ્ટ્રુમારિયમ એક તબીબી છોડ છે જે સમાન્યપણે નિંદામણ તરીકે જોવા મળે છે, ઉત્તર અમેરિકા, બ્રાઝિલ, ચીન, મલેશિયા અને ભારતના અન્ય વધુ ગરમ હિસ્સાઓમાં વ્યાપકપણે ફેલાયેલ છે. મોટેભાગે કેટલીય માંદગીની સારવાર કરવા આ જડીબુટ્ટિનો પરંપરાગત રીતે ઉપયોગ થાય છે. આખા છોડનું સત્વ, ખાસ કઈને પાંદડાનું, મૂળનું, ફળનું અને બીજનું સત્વ પરંપરાગત દવાઓમાં લેવાતું રહ્યું છે. સ્થાનિક નામ : મુરુલુ (કન્નડ), મરુલામથંગી / ગડ્ડીચામંથી (તેલુગુ), ગડર (ગુજરાતી), મરુલ ઉમત્તાઇ / ઓટ્ટારાચેડી (તમિલ), ગોખરુ (મરાઠી), છોટા ગોખરુ / ચૂટા ધતુરા (હિન્દી), કુટ્ટા (પંજાબી), સિયાલ કાંટા (બંગાલી)
  • સાયપરસ રોટુન્ડસ

    સાયપરસ રોટુન્ડસ

    વિવરણ: સાયપરસ રોટુન્ડસ એક બારમાસી છોડ છે જેની ઊંચાઇ 140 સેન્ટિમીટર સુધી જઈ શકે છે. સંબંધિત પ્રજાતિઓ સાયપરસ અને એસ્ક્યુલેન્ટસ સાથે “નટ ગ્રાસ” અને “નટ સેજ” નામની વહેંચણી કરાઇ છે જે એના કંદમાંથી મેળવ્યા છે જે કેટલાક અંશે કોચલાં તૈયાર કરે છે જો કે વનસ્પતિશાસ્ત્રને આ કોચલાં સાથે કંઇ લેવાદેવા નથી. સ્થાનિક નામ : જેકુ (કન્નડ), ભાદરા-ટુંગા-મુસ્તે / ભાદરામુસ્તે / ગંડાલા (તેલુગુ), કોરાઇ કિઝાંગુ (તમિલ), મોથા / ડિલ્લા (હિન્દી), નાગરમોથા / લાવહાલા (મરાઠી),ગાંથ વાલા મુર્ક (પંજાબી), ચિધો (ગુજરાતી), વ્હાડલા ઘાસ / ચાટા બેથી મુથા (બંગાલી)
  • સાયપરસ કોમ્પ્રેસસ

    સાયપરસ કોમ્પ્રેસસ

    વિવરણ: સાયપરસ કોમ્પ્રેસસ સાયપરસ રોટુન્ડસ સામાન્યપણે વાર્ષિક ઘાસ (ડાભ) તરીકે ઓળખાય છે જે સાયપરસીએ પરિવારનું ઘાસ છે જે હુંફાળા હવામાન ધરાવતા સમગ્ર દેશોમાં ભરપૂર વિસ્તરણ ધરાવે છે. આફ્રિકા, એશિયા અને અમેરિકાના ઉષ્ણકટિબંધ પ્રદેશોમાં આ જોવા મળે છે. સ્થાનિક નામ : જેકુ (કન્નડ), કોટ્ટુકોરાઇ (તમિલ), ચીંધો (ગુજરાતી), નાગરમમોથા / લાવ્હાલા (મરાઠી), નાગરમોથા (હિન્દી), જોલ મુથા (બંગાલી)
  • ફિમ્બ્રિસ્ટીલિસ મિલિઆસીઆ

    ફિમ્બ્રિસ્ટીલિસ મિલિઆસીઆ

    વિવરણ: ફિમ્બ્રિસ્ટીલિસ મિલિઆસીઆ ઘાસની પ્રજાતિ છે. આ વર્ગનો છોડ સામાન્યપણે ફિમ્બ્રી, ફિમ્બ્રીસ્ટાઇલ, અથવા ફ્રિન્જ-રશ તરીકે જાણીતો હોઈ શકે છે. આનું મૂલ ઉદ્ગમ સ્થાન સંભવત: એશિયાના દરિયાઇ કિનારાના ઉષ્ણકટિબંધ છે પરંતુ મોટાભાગના ખંડોમાં રજૂ થયેલી પ્રજાતિ તરીકે ફેલાયેલ છે. કેટલાક વિસ્તારોમાં આ અતિશય ફેલાયેલું નિંદામણ છે અને ચોખાના ધ્યાનમાં કેટલીક વાર સમસ્યાકારક છે. સ્થાનિક નામ : મનીકોરાઇ (તમિલ), લાવ્હાલા (મરાઠી), હુઈ / દિલી (હિન્દી), ગુરિઆ ઘાસ (બંગાલી) (બંગાલી)

COMING SOON